ચોટીલા પ્રાંત અને મૂળી મામલતદારની સંયુક્ત કાર્યવાહી

ચોટીલા પ્રાંત અને મૂળી મામલતદારની સંયુક્ત કાર્યવાહી:
ધોળિયામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો મોટો જથ્થો ઝડપાયો
નાયબ કલેકટર એચ. ટી. મકવાણા, પ્રાંત ચોટીલા અને તેમની ટીમ તેમજ મામલતદાર મૂળીની સંયુક્ત ટુકડીએ તા ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મૂળી તાલુકાના ધોળિયા ગામમાં એક આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સબ સ્ટેશનની પાછળના ભાગમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
સંયુક્ત ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલના સાત કૂવાઓ, સાત ચરખી, સાત બકેટ અને અંદાજે ૬૦ ટન કાર્બોસેલ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ૧૧ લાખ રૂપિયા આંકવામાં આવી છે.મળેલ તમામ મુદ્દામાલને તમામ ચરખી Trolly ટ્રેક્ટર ma ભરી આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરી થાનગઢ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નાયબ કલેકટર અને મામલતદારની આ સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું