SPC રેશમિયાની શાળાના બાળકોએ રેફરલ હોસ્પિલ,મામલયદાર કચેરી સહિત પોલીસ મથકની મુલાકાત કરી..
ચોટીલા વિસ્તારના બાળકોને વધુ શિક્ષણ પ્રાપ્ત થાય અને બાળકોમાં રહેલો ડર દૂર થાય તેવા આશ્રય થી રેફરલ હોસ્પિટલ તેમજ પોલીસ મથકની મુલાકાત કરી હતી..
ચોટીલાના રેશમિયા SPC પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો નિર્ભય રહે અને પોતે જાતે દવાખાના,મામલતદાર કચેરી સહિત પોલીસ મથકે કોઈ જાતના ડર વિના જઇ શકે તેવા હેતુ થી ચોટીલા રેફરલ હોસ્પિટલના ડો. શ્રી રવિ ઝાપડિયા એ હોસ્પિટલમાં કાર્યરત એવા વિવિધ વિભાગોની જાણકારી આપીને અવગત કરાવવામાં આવ્યા હતા,અને ચોટીલા મામલતદાર કચેરીની પણ મુલાકાત કરીને કચેરીના વિવિધ વિભાગો ની જાણકારી મેળવીને ચોટીલા નામદાર કોર્ટ ની મુલાકાત કરી જજ સાહેબ ની હાજરી માં વકીલ, આરોપી, સાહેદ તેમજ કોર્ટ લગતી માહિતી થી જજ સાહેબ શ્રી દ્વારા માહિતી પ્રદાન કરીને અવગત કરવામાં આવ્યા બાદ ચોટીલા પોલીસ મથકમાં આવેલ લોકાઅપ રૂમ તેમજ ફરિયાદ દાખલ કેવા સંજોગા અને કેવા સમયે જરૂર પડે ત્યારે દાખલ કરાવવા માટે પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી ને જરૂરી માહિતી સમજણ કરાવીને પોલીસ ઇન્સ્પેકટર જયપાલસિંહ જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા મુલાકાત માટે આવેલા તમામ બાળકો ને આઈસ્ક્રીમ ખવડાવીને પ્રોત્સાહિત કર્યા હતા..