700 વર્ષ જૂની હસ્તકલા, ટાંગાલિયાનો ઉપયોગ કરીને વણાયેલ શર્ટ બોલિવૂડ અભિનેતા બ્રેડ પિટે તેમની ફિલ્મ 'Fl' માં પહેર્યો

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની હસ્તકલા, ટાંગાલિયાનો ઉપયોગ કરીને વણાયેલ શર્ટ બોલિવૂડ અભિનેતા બ્રેડ પિટે તેમની ફિલ્મ 'Fl' માં પહેર્યો
 સુરેન્દ્રનગરના દેદાદરા ગામનો યુવાન દ્વારા બનાવવામાં આવ્યો છે શર્ટ

સાતસો વર્ષ જુની ટાંગલિયા આર્ટ છે

છેલ્લા ઘણા વર્ષોથી ટાંગલીયા આર્ટ થકી વિવિધ વસ્તુઓ બનાવી ને વેચાણ કરે છે બળદેવ ભાઈ
બોલિવૂડ અભિનેતા બ્રેડ પિટે ફિલ્મ F1 માં પહેર્યો તે અમારા માટે ગૌરવ
આવી કળાને પ્રોત્સાહન મળશે
ભરત ગૂંથણ શબ્દથી લોકો પરિચિત હોય છે. ત્યારે તેમાં પણ ટાંગલિયા એક પ્રકાર છે. તે બહુ ઓછા લોકોને ખબર હશે. સુરેન્દ્રનગરમાં વણાટકામનો વ્યવસાય બહુ મોટો છે. ત્યારે આ વણાટકામમાં સુરેન્દ્રનગર ના ડાંગસિયા પરિવાર દ્વારા  ટાંગલિયા કળાને જીવંત રાખવા માટે નો પ્રયાસ કરી રહ્યા છે. અને આ કળા ૭૦૦ વર્ષ જૂની જૂની છે.અને આ કળા માટેના કામ ફક્ત આ પરિવાર જ કરે છે જેમાં 150 જેટલા પરિવારના લોકો આ કળાના કામ સાથે જોડાયેલા છે. વઢવાણ ના દેદાદરા ગામમાં રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેના પરિવાર છેલ્લા ચાર પાંચ પેઢીથી  આ કળા સાથે જોડાયેલા છે અને તે આ કળા ઉપર કાર્ય કરે છે. અને પોતે આવક મેળવે છે.પહેલા આ ટાંગલિયા કળા ઉનના કાપડ ઉપર  કરવામાં આવતી અને તે કાપડ ના કપડા માલધારી  સમાજ ના બહેનો પહેરતા હતા. હવે તે બહુ ઓછું થતુ જાય છે.પહેલા ઉનમાં કામ કરતા હતા ત્યારે ધાબળા,ટાંગલિયા,ઘૂસલા,જેવી વસ્તુ બનાવતા હતા. ત્યાર પછી ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડીક્રાફટ ફેશન ડિઝાઈનની મદદથી આ કળાને જીવંત રાખવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો જેમાં આ કલામ પહેલા ઉનનું કાપડ વાપરવામાં આવતું તેમ હવે કોટન, તેમજ સિલ્ક ની સાડી ઉપર આ કળા કરીને તે વસ્તુ તૈયાર કરે છે. સાથે કોટનના કાપડની અંદર સાલ,મફલર, કુર્તિ, દુપટા, ઝભ્ભો, બનાવી છીએ જેની હાલમાં યંગ જનરેશનમાં પસંદ વધુ હોય છે જેથી આની માંગ વધી રહી છે. ભરતભાઇ અને તેમનો પરિવાર પેઢી દર પેઢી થી આ કામ કરે છે. અને કંઈક નવીન વસ્તુ તૈયાર કરવા તે પ્રયત્નશીલ છે તાજેતરમાં બોલિવૂડ અભિનેતા બ્રેડ પિટની ફિલ્મ F1 કરીને છે તેમાં આ અભિનેતા બ્રેડ પિટે એક યુનિક શર્ટ પહેરેલ છે જે શર્ટ ટાંગલિયા આર્ટ નો છે અને તે શર્ટ બનાવનાર કારીગર સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકા દેડાદરા ના યુવાન કારીગર ના હાથે બનેલ છે  
  બળદેવભાઈ મોહનભાઈ રાઠોડ દ્વારા આ શર્ટ બનાવવામાં આવ્યો છે આ કારીગર દ્વારા ટાંગલીયા આર્ટ દ્વારા વિવિધ બનાવેલ વસ્તુઓ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં તેમજ અન્ય જિલ્લાઓની વિવિધ સંસ્થાઓ ને વેચાણ કરતા હોય છે તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતા ઓર્ડર ઉપર કામ કરતા હોય ત્યારે છેલ્લા પાંચ સાત વર્ષ થી ઇલેવન ઇલેવન કરીને દિલ્હીની સંસ્થા છે તેમની સાથે વેચાણ કરે છે અને તે આપે તે આપે તે ઓર્ડર પર કામ છે તેવી રીતે આ શર્ટ બનાવ્યો છે અને તેમને બનાવનાર ને ખબર પણ નહોતી મેં બનાવેલ શર્ટ બોલિવુડ ના અભિનેતા પહેરશે આ યુવાન દ્વારા આ શર્ટ બનાવવા માં 15 દિવસ જેટલો સમય થયો છે. અનેના શર્ટ બનાવવામાં છ કેટલાં કારીગરોએ કામ કર્યું છે અને આ શર્ટ અભિનેતાએ પહેર્યા બાદ અમારી વસ્તુની માંગ પણ વધી છે હાલ બળદેવ ભાઈ પોતે વિવિધ વસ્તુઓ ટાંગલીયા માં બનાવે છે અને પોતાની દીકરીને પણ હાલ ટાંગલિયા શીખવી રહ્યા છે અને આ કળા ને આગળ લઈ જવા માટે પ્રેરિત કરી રહ્યા છે જ્યારે તાજેતરમાં આ કળાને સાચવવા તેમજ આગળ લાવવા માટે સરકાર દ્વારા આ વિસ્તારના રહીશ લવજીભાઈ પરમાર જેમણે આ ટાંગલિયા કળા જે સાતસો વર્ષ જુની છે તેને આગળ લાવવા માટે જે પ્રયાસ કર્યા છે તેમને પદ્મશી એવોર્ડ આપવામાં આવ્યો છે તેમણે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા

Post a Comment

વધુ નવું વધુ જૂનું