સુરેન્દ્રનગર જીલ્લામાં નીટની પરિક્ષા યોજાઈ
દેશભરની મેડીકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની નીટ યુજી પરીક્ષા 2025ની આજે પરીક્ષા લેવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ
પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યુ
સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ કેન્દ્ર યોજાઈ નિટની પરિક્ષા
જીલ્લામાં 1200 થી વધુ વિધાર્થીઓએ આપી પરીક્ષા
આજે રાજ્યમાં નીટની યોજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ પાંચ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા કેન્દ્ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે વિદ્યાથીઓને કોઈ અગવડ ન પડે તે. માટે કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પરીક્ષા ફરજીયાત આપવી પડે છે અને આ પરીક્ષાના મેરીટના આધારે મેડીકલ લાઈનમાં સરળતાથી પ્રવેશ મળેછે ત્યારે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજે નીટની પરીક્ષા અલગ-અલગ પાંચ કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ૩ અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ૨ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી તમામ પાંચ કેન્દ્રો પર કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં નીટની પરીક્ષા આપી શકે તેવા હેતુથી સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ ગાઈડલાઈનનું પણ કડક પાલન કરવામાં આવ્યું હતું આજે બપોરે 2 થી 5 ના સમયમાં આ પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા પત્યા બાદ વિદ્યાથીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા