થાનગઢ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં બાળકોમાં ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
*ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા નૈતિક શિક્ષા આયામ મુજબ ધાર્મિક પુસ્તકોનું શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં બાળકોમાં સંસ્કાર સાથે ધાર્મિક શિક્ષણ નું સિંચન થાય તે માટે ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી બકુલસિંહ રાણા ના માર્ગદર્શન મુજબ નૈતિક શિક્ષા આયામ ભારતીય સેવા ટ્રસ્ટના આધીન ધાર્મિક પુસ્તકો મહાભારત કથારૂપ, ચરિત્ર રામાયણ, કથારૂપ રામાયણ, ક્રાંતિગાથા કુલ 12 પુસ્તકો વિદ્યાર્થીના વાંચન માટે લાઇબ્રેરી ના ઉપયોગ માટે ધાર્મિક પુસ્તકોનો વાંચન થાય એ હેતુસર શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ને ધાર્મિક પુસ્તકો મળેલ છે તે બદલ ભારતીય સેવા ટ્રસ્ટ નૈતિક શિક્ષા આયામ વિશ્વ હિન્દુ પરિષદ થાનગઢ અધ્યક્ષ શ્રી બકુલસિંહ રાણા નો પ્રધાનાચાર્ય શ્રી હસમુખગુરૂજી સહ પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરૂજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા ખુશી સહ આભાર વ્યક્ત કરે છે 💐💐💐💐💐