ધાંગધ્રા કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અગમ્ય કારણસર આગ લાગી પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી
ધાંગધ્રા માલવણ હાઇવે પર કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા ધાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા તત્કાલિક ઘટના સ્થળે પહોંચી કપાસ ના ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અને સદનસીબે મોટી જાની થતા તળી હતી..
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે પર કુડા ચોકડી નજીક કપાસ ભરેલ ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક ગમ્યો કારણસર આગ લાગી હતી જેમાં કપાસ ના ટ્રકમાં આગ લાગવાની ઘટનાને લઇને ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ કપાસ ના ટ્રકમાં આગ લાગવાના બનાવથી હાઇવે પર એક તરફનો રોડ બ્લોક થયો હતો અને ટ્રાફીક જામ ના દ્રશ્યો સજાયા હતા જોકે હાઇવે ઉપર ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો અને નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો