શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા ઉનાળાની ઋતુ અનુસાર ફળોત્સવ તેમજ શરબતોત્સવ ની ઉજવણી કરવામાં આવી

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા ઉનાળાની ઋતુ અનુસાર ફળોત્સવ તેમજ શરબતોત્સવ ની ઉજવણી કરવામાં આવી
આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ:- 7 ના વિદ્યાર્થી ભાઈઓ,બહેનો દ્વારા પારુલ દીદી ના સ. ઉ. ઉ. કાર્ય વિષય માર્ગદર્શન મુજબ ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા શું કરવું? તે હેતુસર બાળકો એ બરફ,લીંબુ, વરિયાળી, મીઠું, પાણી, તપેલા, લીંબુનીચવવા મશીનો જેવી સામગ્રીઓ દ્વારા બાળકો એ જાતે લીંબુ શરબત,વરિયાળી શરબત બનાવીને બાળકો, વાલી, દીદી, ગુરુજી ગણને શરબતો પીવડાવીને ઠંડા કર્યા આ શરબતો બનાવીને જાતે જ બનાવવાની પ્રવૃત્તિને સફળ બનાવી હતી બાળકોમાં સ્વચ્છતા, કરકસર, કલ્પનાશક્તિ,પારખવાની શક્તિ, સમૂહભાવ જેવા ગુણોનો વિકાસ કેળવવા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી સાથો સાથ ધોરણ:-8ના વિદ્યાર્થી ભાઈઓ,બહેનો દ્વારા જ્યોતિદીદીના સ.ઉ.ઉ.કાર્ય વિષય માર્ગદર્શન મુજબ ઉનાળાની ઋતુ અનુસાર કયા કયા ફળોનું સેવન કરવાથી બાળકોમાં શક્તિદાયક, સ્ફૂર્તિદાયક બને તે હેતુ અનુસાર બાળકો ઘેરથી વિવિધ ફળો જેવા કે સફરજન, મોસંબી, દ્રાક્ષ, દાડમ,પપૈયું જેવા ફળો લાવીને બાળકોએ ફળોને કટીંગ કરીને વિવિધ ડિઝાઇનમાં ફળોની કલાત્મક રીતે ડીશોમાં વિવિધ ગોઠવણી કરવામાં આવી બાળકોએ પોતાની સૂઝબુઝ, કલ્પનાશક્તિ,સૌંદર્યાત્મક દ્રષ્ટિ કોણ,ફળોની પારખવાની શક્તિ સમુહભાવના ગુણો દ્વારા સુંદર મજાનો ફળો ત્સવની ઉજવણી કરી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ફળોત્સવ,શરબતોત્સવ કાર્યક્રમ માં પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી, સહપ્રધાનાચાર્ય શ્રીરાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા કાર્યક્રમોને સફળ બનાવવામાં આવ્યા

Post a Comment

વધુ નવું વધુ જૂનું