ધ્રાંગધ્રા માલવણ રોડ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત : પાઇપ ભરેલા ટ્રેલર નેં નડ્યો અકસ્માત
ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઇવે નું મુખ્ય સેન્ટર છેં ત્યારે કચ્છ નાં મુન્દ્રા અને કંડલા પોર્ટના માલ ભરેલા વાહનોની સતત અવર જ્વર આ રોડ ઉપર થતી હોય છેં સાથે વર્ષોથી આ રોડ ઉપર ખાસ કરીને ધ્રાંગધ્રા માલવણ વચ્ચે અનેક અકસ્માતો થતાં આવ્યા છેં જેમાં અનેક પોતાનો જીવ ગુમાવી ચુક્યા છેં તો અનેક મારવાના વાંકે જીવતા બચ્યા હોય એવી હાલતમાં છેં ત્યારે ગત મોડી સાંજે પાઇપ ભરેલા એક ટ્રેલર નેં અકસ્માત નડયો હતો જો કે આગળ ચાલી રહેલી એસટી બસ ઍ બ્રેક લગાવતા ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં ભરેલ પાઇપ ટ્રેલર ની બહાર ફેંકાતા ટ્રેલર બાજુની ખાઈમાં ખાબક્યું હતું. અકસ્માતના પગલે ટ્રેલરનો ડ્રાંઇવર ગંભીર રીતે ઘવાયો છેં હાથે પગે ગંભીર ઈજાઓ સાથે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ ડ્રાંઇવર નેં તત્કાલ ઇમરજન્સી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હોવાની વિગતો મળી રહી છેં.