થાનગઢ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી
થાનગઢ નગરપાલિકા ની ચુંટણી નો સમય હવે ધીમેધીમે નજીક આવતો જાય છે તેમ તેમ ચૂંટણી નો રંગ પણ જામતો જાય છે ત્યારે ચૂંટણી જાહેર થયા
બાદ સાત વોર્ડના કુલ ૧૧૧ ફોર્મ ભરાયાં હતાં અને ચકાસણી વખતે ૩ ફોર્મ રદ થયા હતા ત્યાર બાદ ૧૦૮ ઉમેદવાર મેદાને હતા પરંતુ અપક્ષ ના ૦૧ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું અને સાત વોર્ડ ના કુલ ૧૦૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે
હાલ તો આ ચૂંટણી માં ખરાખરીના જંગ માં ચૂંટણી લડાઈ રહી છે કોણ બાજી મારે છે તેના પર સૌની નજર છે
વોર્ડ નંબર ૧ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ એમ કુલ ૧૨ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૨ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ અને અપક્ષના ૧ એમ કુલ ૧૩ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૩ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ બસપા ૪ અને અપક્ષના ૦૨ એમ કુલ ૧૮ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૪ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ બસપા ૪ અને અપક્ષના ૧૧ એમ કુલ ૨૭ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૫ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૩ એમ કુલ ૧૧ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૬ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ એમ કુલ ૧૨ ઉમેદવાર મેદાને છે
વોર્ડ નંબર ૭ માં ભાજપના ૪ આપ ના ૪ કોંગ્રેસના ૪ બસપા ૧ અને અપક્ષના ૦૧ એમ કુલ ૧૪ ઉમેદવાર મેદાને છે
આમ સૌથી વધારે વોર્ડ નંબર ૪ માં ૨૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૦૫ માં સૌથી ઓછા ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
ત્યારે થાનગઢ મા ચૂંટણી અંગે વાત જરીએ તો
મતદારો ની વાત કરવામાં આવે તો
વોર્ડ નંબર ૦૧ માં ૨૧૨૩ પુરુષ ,૧૯૬૪ સ્ત્રી કુલ ૪૦૮૭ મતદારો છે
વોર્ડ નંબર ૦૨ માં ૨૧૨૦ પુરુષ ,૧૯૧૧ સ્ત્રી કુલ ૪૦૩૧ મતદારો છે
વોર્ડ નંબર ૦૩ માં ૨૬૯૩ પુરુષ ,૨૫૧૯ સ્ત્રી કુલ ૫૨૧૨ મતદારો છે
વોર્ડ નંબર ૦૪ માં ૨૪૫૬ પુરુષ ,૨૩૩૦ સ્ત્રી કુલ ૪૭૮૬ મતદારો છે
વોર્ડ નંબર ૦૫ માં ૨૩૩૯ પુરુષ ,૨૦૬૯ સ્ત્રી કુલ ૪૪૦૮ મતદારો છે
વોર્ડ નંબર ૦૬ માં ૨૬૯૦ પુરુષ ,૨૫૬૫ સ્ત્રી કુલ ૫૨૫૫ મતદારો છે
વોર્ડ નંબર ૦૭ માં ૨૬૨૯ પુરુષ ,૨૫૦૮ સ્ત્રી કુલ ૫૧૩૭ મતદારો છે
આમ સૌથી વધારે મતદારો વોર્ડ નંબર ૦૬ માં ૫૨૫૫ અને સૌથી ઓછા વોર્ડ નંબર ૦૨ માં ૪૦૩૧ મતદારો છે
કુલ ૩૩ મતદાન મથકો ઉપર મતદાન થશે જેમાં ૧૧ સંવેદન શીલ અને ૨૨ મતદાન મથક સામન્ય છે