સુરેન્દ્રનગર SOG પોલીસે માલવણ હાઈવે પર થી હેરાફેરી કરે તે પહેલા ગેરકાયદેસર પોષ ડોડવાનો જથ્થો ઝડપી પાડયો
માલવણ ટોલ નાકા પાસે થી ગેરકાયેદસર પોષ ડોડવાનો જથ્થો સહિતનો લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો
પોષ ડોડવાનો જથ્થો ૩૮૯.૮૦૦ કિલો કિંમત રૂ.૧૧.૬૯ લાખ તેમજ મકાઈના દાણાની ૪૦૦ બોરી કિમત રૂ.૦૬ લાખ, ટ્રક કિંમત રૂ.૧૫ લાખ, મોબાઈલ સહિત ફૂલ રૂ.૩૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મકાઈની બોરીની આડમાં ગેરકાયદેસર પોષ ડોડવાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો
SOG પોલીસની રેઇડ દરમિયાન આરોપીઓ હાજર મળી નહિ આવતા વધુ તપાસ હાથ ધરી
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SOG પોલીસે રેઇડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો