શ્રી વાસુકીદાદા ના મંદિરે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા માસ પારાયણ દરમિયાન આનંદના ગરબાનું આયોજન કરાયું

શ્રી વાસુકીદાદા ના મંદિરે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા માસ પારાયણ દરમિયાન આનંદના ગરબાનું આયોજન કરાયું
આજે 1 જાન્યુઆરી 2025 ને બુધવારે શ્રી વાસુકીદાદા ના મંદિરે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા માસ પારાયણ દરમિયાન શ્રી આનંદ ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થાનગઢ ના સુપ્રસિદ્ધ આનંદ ના ગરબા નું મંડળ આજે 13 વરસ પૂર્ણ કરી 14 માં વરસ માં મંગલ પ્રવેશ કર્યો હતો. જેની ઉજવણી મંડળ ના બહેનો એ દાદા ના મંદિરે ભાગવત કથા દરમિયાન બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહીને ગરબો ગાઈને કરી હતી. મંડળે 'માં' લખેલી કેક કાપીને પ્રસાદ વહેંચ્યો હતો. બહુચર માં ના આ ગરબા ના પ્રસંગે ચોટીલા થી કિન્નર ગુરુ વૈશાલી માતાજી એ તેમના શિષ્યો સાથે હાજરી આપી હતી. જે પ્રસંગે ગુરુ વૈશાલી માતાજી નું દાદા ના સાનિધ્ય માં મહંત શ્રી પ્રશાંતગીરી બાપુ તથા મહંત શ્રી નિરજગીરી બાપુ દ્વારા સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી કલ્પેશ ત્રિવેદી એ કર્યું હતું.

Post a Comment

વધુ નવું વધુ જૂનું