ધ્રાંગધ્રામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન

ધ્રાંગધ્રામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન
સાધના સ્કૂલ ખાતે ફૂડ ફેસ્ટીવલનું આયોજન
55 થી 60 જેટલા સ્ટોલ અને 40 થી વધુ અલગ અલગ ખાણી પીણીની વસ્તુઓ ફેસ્ટિવલમાં જોવા મળી
પીઝા, પફ,પાણી પૂરી, ચનાચોર,ભેળ,સેન્ડવીચ, દાબેલી, ઠંડાપીણા, લચ્છી,સેવ ખમણી, સોડા ,જેવી અનેક વસ્તુઓ વિદ્યાથીઓ દ્વારા બનાવીને વેચાણ કરવામાં આવી
અન્ય  વિદ્યાથીઓ વાલીઓએ  શિક્ષકોએ ચટાકેદાર વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટીવલની લિજ્જત માણી
ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે એમાં પણ ઝાલાવાડની   સ્વાદપ્રિય જનતાની વાત જ કઇક અલગ જ છે સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે આજરોજ  ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું પર આવેલ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થી  વિદ્યાર્થીનીઓએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો 60 જેટલા સ્ટોલ સાથે 40 થી વધુ અલગ અલગ ખાણી પીણીની સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી  આ ફૂડ ફેસ્ટીવલની મુલાકાતે સ્કૂલના  અન્ય  વિદ્યાર્થી તેમના વાલીઓએ પણ લીધી હતી. 

શાળામાં ફૂડ ફેસ્ટિવલના  આયોજન કરાતા તમામ વિધાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી ફેસ્ટિવલમાં વિદ્યાથીઓ પોતે પોતાની રીતે સોલઝરીમાં અલગ અલગ પકવાન બનાવી નાસ્તાના સ્ટોલ ખોલ્યા હતા. વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમ જ રસોઈ કલા, પાક કલા શીખી શકે તે માટે આ ફુલ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું.

આજની યુવા પેઢીને શિક્ષણની સાથે પોતે પોતાની રીતે ધંધાકીય ક્ષેત્રમાં આગળ આવી શકે અને તેમનામાં રહેલ    વિવિધ કળા બહાર  આવે અને તે ક્ષેત્રમાં આગળ વધી શકે અને  તે માટે તેમને એક પ્લેટફોર્મ મળે અને તે આગળ વધે તે માટે સ્કૂલના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

Post a Comment

વધુ નવું વધુ જૂનું