ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શાકોત્સવ આયોજન

ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શાકોત્સવ આયોજન 
ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ મંદિર ખાતે રૂપાળા ઘનશ્યામ મહારાજનો નવમો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજયા વિવિધ કાર્યક્રમો
રક્તદાન કેમ્પ શાકોસ્તવ, રક્તદાન કેમ્પ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
જીલ્લાના સાંસદ ચંદુભાઈ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા નગર પાલિકા પ્રમુખ સહિત  રાજકીય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
છેલ્લા 24 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ શાકોસ્તવનું આયોજન કરવામાં આવે છે
ભગવાન સ્વામી નારાયણ દ્વારા બસો વર્ષ પહેલા શાકોસ્ત્વ કરીને સાધુ સંતોને જમાડ્યા હતા તે પરંપરા  ચાલુ રાખવામાં આવી છે
દસ હજાર જેટલા હરિભકતોએ મહાપ્રસાદનો લીધો લાભ

ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે  ચાલતા પાંચ દિવસની સત્સંગી જીવન કથાના આજે  છેલ્લા દિવસે  ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા શહેરના તેમજ આસપાસ ગામના લોકોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે યોજાયેલ શાકોસ્તવમાં  જીલ્લાના સાંસદ સભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા સહિત રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારધામ ગુરુકુળના સ્વામી શ્રી રામ સ્વામી દ્વારા કથા દરમિયાન લોકોને વ્યસન  મુક્ત કરવા માટે અપીલ કરી હતી સાથે આજનો યુવાનોને આદર્શ રાષ્ટ્ર ભક્ત કેવી રીતે બની શકે  તેમજ ભગવાન સ્વામી નારાયણ દ્વારા બસો વર્ષ પહેલાં શાક બનાવીને સાધુ સંતોને જમાડ્યા હતા તે પરંપરા ને જાળવી રાખવા માટે છેલ્લા 24 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ શાકોસ્તવ નું આયોજન કરવામાં આવે છે આજે યોજાયેલ શાકોસ્તવ માં દસ હજારથી વધુ હરિભકતોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો સાથે પચાસ મણ જેટલા રીંગણાં, સાત હજાર  નંગ જેટલા રોટલા એક હજાર કિલો જેટલી મીઠાઈ જેમાં બૂંદી અને લાડુ નો સમાવેશ થાય છે સાથે સેવાકીય કાર્ય  માટે આજરોજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Post a Comment

વધુ નવું વધુ જૂનું