ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
2024ની સાલનો છેલ્લો કાર્યકમ
આગામી નવા વર્ષમાં આપણા સવિધાનને 75 વર્ષ પૂર્ણ થવાના છે
જીલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા અને આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત
સ્કૂલ કોલેજન વિદ્યાથીઓ પોતાના વિચારો મન કી બાતમાં મુકવા કરી અપીલ
પ્રયાગ રાજમાં યોજાનાર આગામી કુંભમેળા ની વાત કરવામાં આવી
રમતગમત માં લોકો આગળ આવે તે માટે કરી અપીલ
દેશના વડાપ્રધાન દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે મન કી બાત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે મન કી બાત લાઇવ કાર્યક્રમને ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે જીલ્લાના સાંસદ ચંદુભાઈ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા સહિત શહેરના ભાજપના હોદેદારો ઉપસ્તિથ રહ્યા હતા મનકી બાત કાર્યક્રમ થકી લોકોને ઘણું જાણવા મળે છે તેમજ લોકો જે સારું કામ કરે તે વાતને લોકો સુધી લઈ જવા માટે નું માધ્યમ છે નાનામાં નાના માણસને રોજગારી મળે તે માટે ની વાત મનકી બાતમાં કરવામાં આવે છે
આજે યોજયેલ મનકી બાત કાર્યક્રમમાં પ્રયાગરાજમાં યોજવાના કુંભ મેળાની વાત કરવામાં આવી હતી સાથે બાગાયત ખેતી તરફ આગળ આવે FPO ને અગ્રમિતા આપે તેમજ રમત ગમત વિશેની વાત કરી હતી ઓલિમ્પિક રમતોમાં લોકો આગળ આવે અને પોતે ફીટ રહે તે માટેની અપીલ કરી હતી આગામી 2025ની સાલમાં લોકો આગળ આવે અને મન કી બાત થકી યુવાનો પોતાના પ્રતિભાવો આપે પોતાના વિચારો રજૂ કરે તે માટે સ્કૂલ કોલેજના વિદ્યાથીઓને અપીલ કરી હતી લોકો મદદરૂપ થઇ શકે તે પણ જરૂરી છે.આજે મન કી બાત ના કાર્યક્રમ વિશે લોકોએ પ્રતિભાવો પણ આપ્યા હતા.