સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની સહાયથી બાગાયતી ખેતી તરફ વળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની સહાયથી બાગાયતી ખેતી તરફ વળ્યા

૨૩મી ડિસેમ્બર "કિસાન દિવસ"

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના નારાયણ ભાઈ લકુમે પપૈયાનું વાવેતર કરીને મેળવે છે આવક
સાડાસાત વિઘામાં 3400 થી વધુ પપૈયાના છોડનું વાવેતર કર્યુ તેમાં પણ બાગાયતી ખાતાની મળી સબસીડી
 
પ્રતિ પ્લાન્ટ દીઠ એવરેજ પચાસ કિલો ઉત્પાદન મળે છે જેનો ભાવ પ્રતિ કિલો 20 રૂપિયા વેચાણ થાય છે
બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે અને રોકડીયા પાકની ખેતી તરફ આગળ આવવા કરી અપીલ
ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના માનમાં દર વર્ષે ૨૩મી ડિસેમ્બરને "કિસાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રતિ આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ દેશની મોટાભાગની વસ્તી કૃષિ અથવા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. રાજ્યમાં કૃષિ વિકાસની સાથે-સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષ ૧૯૯૧થી બાગાયતી ખાતાની રચના કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ ૧૯૯૧-૯૨થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજિત ચાર ગણું થયું છે. બાગાયતી ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ, માર્ગદર્શન તથા તાલીમના કારણે આજે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ સરકારની વિવિધ સહાયના કારણે આજે રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાને બદલે બાગાયત ખેતી તરફ વળ્યા છે. જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે.
સુરેન્દ્રનગરના ચુડા ગામના નારાયણ ભાઈ લકુમે પપૈયાની ખેતી કરી ને બાગાયતી ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.
,શરૂઆતમાં હું કપાસ, એરેડા, ઘઉં, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી કરતો હતો. પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો કઈ ખાસ થતો નહોતો. પાણીની સગવડ હોવાથી એક ના એક પાક નું વાવેતર કરવાના બદલે કંઈક નવીન કરવું એવું વિચારી બધે તપાસ કરતા ખેતીની પદ્ધતિ બદલી બાગાયતી પાકોની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું. આમ બાગાયતી પાકો વિશેની જાણકારી મેળવી અને તેમાં પણ પપૈયાની ખેતી તરફ વિશેષ આકર્ષણ ઊભું થતા તેનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે સબસીડી અને આર્થિક સહાય વિશેની વિગતવાર જાણકારી બાગાયતી ખાતાના અધિકારીઓ પાસેથી મેળવી તેમના માર્ગદર્શન હેઠળ પપૈયાનું વાવેતર કર્યું. આજે પરંપરાગત ખેતી કરતા પપૈયાની ખેતીમાં વળતર પણ વધારે રહે છે.પોતે કરેલા વાવેતર વિશેની માહિતી આપતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી ખેતી કરે છે સાડા સાત વિઘામાં 3400 જેટલાં પપૈયાના પ્લાન્ટનું વાવેતર કર્યું છે જેમાં એવરેજ એક પ્લાન્ટ દીઠ 50 કિલો પપૈયાનું ઉત્પાદન મળે છે અને અમારા ફાર્મ પર થી તેનુ વેચાણ થાય છે જેનો ભાવ પ્રતિ કિલો 20 રૂપિયે મળી રહે છેવધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા જણાવ્યું હતું. આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પણ વિવિધ રોકડીયા પાકોની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા સંદેશો પાઠવ્યો હતો.

Post a Comment

વધુ નવું વધુ જૂનું