ધ્રાંગધ્રા શહેરની સાધના સ્કૂલના વિદ્યાથીઓ દ્વારા નવા વર્ષમાં નવો સંદેશ આપવામાં આવ્યો
આજે 2025 ની સાલનો પ્રથમ દિવસ છે જેની લોકો અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે ધાંગધ્રા સાધના વિદ્યાલય તેમજ ધાંગધ્રા
સિમ્બાલિયન સાયકલિંગ ગ્રુપ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે સાયકલિંગ કરીને શરીરને ફીટ રાખવાનો તેમજ સ્વચ્છતા અભિયાન કરીને સમાજને સંદેશો આપ્યો હતો અને સાધના વિદ્યાલય ના વિદ્યાથીઓ શિક્ષકો અને સિમ્બાલિયન સાયકલિંગ ગ્રુપ-ધ્રાંગધ્રાના સભ્યો આજરોજ સાયકલિંગ નું આયોજન કર્યું હતું જેમાં વહેલી સવારે સાયકલ ચલાવીને ફલકુ ડેમ પર આવ્યા હતા જે કુલ દસ કિલોમીટરથી.વધુ અંતર થયું હતુ ત્યારબાદ ડેમ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરી હતી આજના નવા વર્ષમાં લોકો પણ પોતાના શરીરની કાળજી રાખે સાથે સ્વચ્છતા જાળવવી તે માટે લોકો જાગૃત થાય તે જરૂરી છે આજના ટીવી અને કોમ્પુટર મોબાઈલ ના યુગમાં લોકો આવી એકટીવીટી કરે જેથી પોતાનું શરીર ફીટ રહે તેમાં પણ આ ઠંડીની ઋતુમાં વિવિધ કસરતો કરવાથી શરીર મજબૂત બને છે તેમાં પણ સાયકલિંગ ક્રરવી તે પણ કસરત છે જેથી આપણું આરોગ્ય સારું રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના 50 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સિમ્બાલિયન સાયકલિંગ ગ્રુપના સભ્યો જોડાયા હતા.