સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલની ખેતી કરીને આવક મેળવતા ખેડૂતો
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢના કિરીટભાઈ એ કરી ગલગોટા ફૂલની ખેતી
ચાલીસ વીઘામાં એક લાખ રોપાનું કર્યું વાવેતર
સરકારના બાગાયત વિભાગ દ્વારા મળી સબસિડી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટભાઈ ફૂલોની ખેતી કરીને મેળવી રહ્યા છે સારી એવી આવક
ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાક નું ઉત્પાદન કરતા હોય છે. ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતાં અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડીયા પાકની ખેતી તરફ વળતા થયા છે. અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટભાઈ પહેલા કપાસ, મગફળીનુ વાવેતર કરતા હતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો. અને કપાસ, મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટભાઈ એ રોકડીયા પાક તરફ આગળ વધ્યા જેમાં તેમણે પોતાના ખેતરમાં ચાલીસ વિઘામાં એક લાખ ફુલના રોપાનું વાવેતર કર્યું છે. જેમાં એક પ્લાન્ટ દીઠ એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે જેનો ભાવ નવરાત્રી દિવાળી તેમજ લગ્નની સીઝનમાં સારો એવો મળી રહે છે 80 થી 125 રૂપિયા માં પ્રતિ કિલો વેચાય છે.ખેડૂતો ને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડીયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતો ને કરી રહ્યા છે. પોતે તો સારી આવક મેળવી રહ્યા છે. સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. જેના કારણે મજૂર વર્ગને પણ આવક મળી રહે છે