21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ ની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઇ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવશે જેમાં સહભાગી થવા સૌ યોગ પ્રેમી ભાઈ બહેનોને ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ તેમજ યોગ બોર્ડ દ્વારા અપીલ કરાઈ છે
દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તા. 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતના લોકો નીરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે.
ત્યારે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તા. 21 ડિસેમ્બરને "વિશ્વ ધ્યાન દિવસ" તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે જે સંદર્ભે તા. 21/12 /2024 ને શનિવારના રોજ જિલ્લા કક્ષાના ધ્યાન દિવસની ઉજવણી નું આયોજન વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ સંચાલિત ડીએન સાયન્સ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 7:30 થી 8:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેમજ જનજન સુધી ધ્યાન ના મહાત્મ્ય નો સંદેશ પહોંચતો થાય માટે સૌ નાગરિકોને ધ્યાન દિવસના કાર્યક્રમમાં જોડાવવા ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેર આમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે