ધ્રાંગધ્રા રોટરી ક્લબ દ્વારા ઉતરાયણ નિમિત્તે નિ શુલ્ક બાઈક ચાલકો માટે સેફ્ટી ગાર્ડ નાખવામાં આવ્યા
ધ્રાંગધ્રા રોટરી ક્લબ દ્વારા ઉતરાયણ નિમિત્તે નિ શુલ્ક બાઇક ચાલકો માટે સેફ્ટી ગાર્ડ નાખવામાં આવ્યા પંતગની દોરીના કારણે થતા અકસ્માતોથી બચવા સેફ્ટી ગાર્ડ 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ ઉત્તરાયણ નો પર્વ આ પર્વ ની ગુજરાતીઓ ધામધૂમથી ઉજવણી કરે છે સરકાર દ્વારા પણ પતંગ મહોત્સવ ની ઉજવણી કરે છે ઉતરાયણ ના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે એક બીજાની અગાસીઓ ઉપર ડીજે ના તાલે ઝૂમી ઉઠે છે તો ઉબાડીયુ, ખમણ ઢોકળા, ઉંધીયું ની મોજ પણ અનેરી હોય છે પણ હાલ ચાઇનીઝ દોરીઓ તથા રેગ્યુલર દોરીઓના કારણે નિર્દોષ બાઈક ચાલકો અકસ્માતનો ભોગ બને છે વધું પડતા ગળાના ભાગે આવી દોરીઓ લાગવાથી જીંદગી જોખમમાં મૂકાય જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા દ્વારા નગરપાલિકા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં બાઈક ચાલકો ની સેફ્ટીને ધ્યાનમા રાખી બાઈક સ્ટીલ રીંગ સેફ્ટી ગાર્ડ નિ શુલ્ક નાખી માનવંતા નું ઉમદા કાર્ય કર્યું લોકોએ તેમની આ સેવાઓને બીરદાવી હતી સાથે જીવદયા પક્ષીઓ માટે પણ લોકોને ઉતરાયણ ના પર્વના દિવસે સેવા કરવા જન અપીલ કરી હતી