સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નામમાં વઢવાણ નામનો સમાવેશ કરવા માટે આપવામ આવ્યું આવેદન પત્ર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નામમાં વઢવાણ નામનો સમાવેશ કરવા માટે આપવામ આવ્યું આવેદન પત્ર 

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વિવાદ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ મુકવામાં આવતા સર્જાયો વિવાદ
વઢવાણના સ્થાનિક આગેવાનોએ કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આપ્યું આવેદન
વઢવાણ ઐતિહાસિક નામ ભૂલતા વઢવાણવાસીઓએ નારાજગી વ્યક્ત કરી

મહાનગરપાલિકામાં વઢવાણ નામનો સમાવેશ નહીં કરાય તો આંદોલન કરવાની આપી આગેવાનોએ ચિમકી

મનપાના નામ સામે વિરોધ વઢવાણ- સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવા માંગ

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામને લઇને શરૂઆતથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નવી મહાનગર પાલિકા જાહેર કરી છે જેમાં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગર પાલિકાને જાહેર કરી છે જેમાં વઢવાણ અસ્મિતા મંચના સભ્યો દ્વારા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નામમાં વઢવાણનો પણ સમાવેશ કરી વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઈને અસ્મિતા મંચના સભ્યો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજીને આ નામ સામે વિરોધ કરી રહ્યા છે જેમાં આજરોજ વઢવાણ અસ્મિતા મંચના સભ્યો તેમજ વઢવાણના રહીશો સાથે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વઢવાણ એક ઐતિહાસિક નગરી છે અને અંદાજે ૨૫૦૦ વર્ષ જુનો વઢવાણનો ઇતિહાસ છે વઢવાણમાં અનેક હેરીટેજ ઈમારતો આવેલી છે અને વઢવાણના રાજવીએ જ સુરેન્દ્રનગર શહેર વસાવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં વઢવાણનો સમાવેશ કરવામાં આવે અને વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ રાખવામાં આવે તેવી વઢવાણના શહેરીજનો દ્વારા સરકાર ને અપીલ કરવામાં આવી હતી.

Post a Comment

વધુ નવું વધુ જૂનું