થાનગઢના નાગરીકો માટે મંદિરની સેવા રેશનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો e-KYC કેમ્પ આયોજન કરાયું

થાનગઢના નાગરીકો માટે મંદિરની સેવા રેશનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો e-KYC કેમ્પ આયોજન કરાયું 
થાનગઢ ના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદા ના મંદિરે સોમવાર ને તા:16/12/2024 ના રોજ થાનગઢ મામલતદાર સાહેબ શ્રી એન.આર.પટેલ. સાહેબ તથા મહંત શ્રી પ્રશાંતગીરી બાપુ દ્વારા થાનગઢ ના તમામ નાગરિકો માટે રેશન કાર્ડ- આધાર કાર્ડ ઈ. કેવાયસી કરવાનો કેમ્પ રાખવામાં હતો. આ કેમ્પ માં બહોળી સંખ્યા માં થાનગઢ ના ગ્રામ્યજનો એ ઇકેવાયસી કરાવેલ હતું. નાગરિકો ની ભીડ જોઈને આવતા સોમવારે એટલે કે તા:23/12/2024 ના રોજ આ કેમ્પ વધુ એક વખત કરવાની ફરજ પડી છે. જેથી આવતા સોમવારે ફરી વખત આયોજિત થનાર ઇ.કેવાયસી કેમ્પ માં થાનગઢ ના નાગરિકો એ બહોળી સંખ્યા માં હાજરી આપવા જાહેર અપીલ કરાયેલ છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું