સુરેન્દ્રનગર શહેરમાં કારગિલ વિજય દિવસ નિમિતે મશાલ રેલીનું આયોજન

સુરેન્દ્રનગર શહેરમાં કારગિલ વિજય દિવસ નિમિતે મશાલ રેલીનું આયોજન
સુરેન્દ્રનગર શહેરમાં યોજાઈ મશાલ રેલી

શહેરમાં મેગામોલ થી ટાવર ચોક સુધી યોજાઇ મશાલ રેલી
મશાલ રેલીમાં નાયબ મુખ્ય દંડક  જગદીશ મકવાણા જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર સિંહ ચોહાણ,સહિત વિવિધ સંસ્થાના આગેવાનો,માજી સૈનિકો  સહિત ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયા
માજી સૈનિકોના સાલ ઓઢાડીને  કરવામાં આવ્યા સન્માનિત

આર્મીના જવાનો દેશની બોર્ડર ઉપર રાત દિવસ રહીને આપણા દેશની અને આપણી રક્ષા કરે છે. ત્યારે પાડોશી દેશ સાથે ગમે ત્યારે અથડામણ થાય અથવા યુદ્ધ થાય ત્યારે આ જવાનો પોતાના જીવ પણ આપી દે છે. 1999 માં પાકિસ્તાન સામે જે કારગિલ યુદ્ધ થયુ અને તેમાં આપણા દેશના જવાનોએ પોતાના પ્રાણ પણ આપેલ છે. અને દુશ્મન દેશ સામેં જીત મેળવી હતી.  જેને લઇને દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી શહેરના મેગા મોલ થી લઈને  આંબેડકર ચોક  થઈને ટાવર સુધી યોજવામાં આવી હતી આ મશાલ રેલીમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા  જીલ્લા ભાજપના  પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ માજી સૈનિકો વિવિધ સંસ્થાના આગેવાનો સહિત શહેરજનો અને ભાજપના કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા  આ રેલી ટાવર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી ત્યારે રેલીમાં જોડાયેલ માજી સૈનિકોના મહાનુભાવો ના હસ્તે  સાલ અને ફુલહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા 

Post a Comment

વધુ નવું વધુ જૂનું