ધાંગધ્રા ના રાજચરાડી મેથાણ ગામ તરફ જતી ફોરવીલ ગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ

ધાંગધ્રા ના રાજચરાડી મેથાણ ગામ તરફ જતી ફોરવીલ ગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ 

 ધાંગધ્રા તાલુકાના રાજચરાની મેથાણ ગામ જઈ રહેલ ફોરવીલ ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગતા ગાડીમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ રોડ ઉપર પસાર થતાં વાહનચાલકો તેમજ ગ્રામજનો એકઠા થઈને ખેતરમાંથી પાણી લાવી આગ બુઝવા પ્રયાસ કર્યા હતા 

 ધાંગધ્રા તાલુકાના મેથાણ રાજ ચરાડી ગામ રોડ પર નાના મોટા અકસ્માતના બનાવ અનેક વખત સામે આવી રહયા છે. ત્યારે રાજચરાડી મેથાણ રોડ પર ફોરવીલ ગાડીમાં એકાએક આગ લાગતા અફડાતફ્ડી મચી જવા પામી હતી. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી મેથાણ ગામ તરફ જઈ રહેલ એક ફોરવીલ ગાડીમાં અગમ્યકારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી.જેમાં સદ્દભાગ્યે ગાડીમાં સવાર ત્રણ લોકો નો આબાદ બચાવ થવા પામ્યો હતો જેમાં ફોરવીલ ગાડીના ચાલકે સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા .જયારે ગાડીમાં જોતજોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા બાજુમાં રહેલ ખેતરમાંથી પાણી લાવીને આગને બુઝવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.જયારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લીધી હતી

Post a Comment

વધુ નવું વધુ જૂનું